મોરબીઃ જન્મદિવસની ઉજવણી આજકાલ લોકો કેક કાપીને અને સગાસંબંધીઓને પાર્ટી આપીને કરતાં હોય છે. પરંતુ શક્તિનગર ગામના સરપંચે જન્મદિવસને સેવાદિવસ બનાવીને અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરી છે. આજ રોજ શક્તિનગર ગામના સરપંચ યશપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલાનો જન્મદિવસ છે. ત્યારે યશપાલસિંહ ઝાલાએ પોતાના જન્મદિવસે શોભેશ્વર રોડ પર આવેલા વૃદ્ધાશ્રમ અને લક્ષ્મીનગર પ્રજ્ઞાચક્ષુ પુનઃર્વસન સેવા કેન્દ્રના પ્રજ્ઞાચક્ષુઓને ભોજન કરાવીને પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા શક્તિનગર ગામના સરપંચ યશપાલસિંહ ઝાલાને ઠેર ઠેરથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. મોરબી અપડેટ.. આપણું મોરબી આપણાં સમાચાર... લાઈવ અને વિડિયો ન્યુઝ માટે મોરબી અપડેટનું નવું ફેસબુક પેજ Morbi Update Live ને લાઈક અને ફોલો કરો.. https://www.facebook.com/morbiupdatelive?mibextid=ZbWKwL