મોરબી : તમાકુ કન્ટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- રવાપર HWC રવાપર દ્વારા રવાપર ગામે આવેલી ક્રિષ્ના પ્રાથમિક સ્કૂલમાં વ્યસન અંગેની જાગૃતિ કેળવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વ્યસન મુક્તિ જાગૃતિ અંગે ચિત્રસ્પર્ધામાં વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/ સ્ટોપ સ્મોકિંગ જેવા કલ્પનાશીલ અને માર્મિક ચિત્રોને વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા હતા. જેમાંથી શ્રેષ્ઠ ચિત્રનું સર્જન કરનારને વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને અન્ય ૫૦ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે પેન, પેન્સિંલ, રબ્બર, સંચો સહિતની સ્ટેશનરી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મેડિકલ ઓફિસર ડો. રીંકલબેન સાણંદિયાના સ્ટાફ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને વ્યસન દ્વારા થતી શારીરિક અને આર્થિક નુકસાની વિશે માહિતી પ્રદાન કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય, તમામ સ્ટાફગણ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-રાજપરના સુપરવાઈઝર દિનેશભાઈ રાંકજા સબ સેન્ટર સ્ટાફ, CHO- પ્રજ્ઞેશભાઈ પટેલ RBSK મેઓ અમિત ઘેલાણી, FHW પિન્ટુબેન જામારિયા MPHW- વિજયભાઈ ગોસાઇએ જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટ.. આપણું મોરબી આપણાં સમાચાર... લાઈવ અને વિડિયો ન્યુઝ માટે મોરબી અપડેટનું નવું ફેસબુક પેજ Morbi Update Live ને લાઈક અને ફોલો કરો.. https://www.facebook.com/morbiupdatelive?mibextid=ZbWKwL