મોરબી : જન્મદિવસને સેવા દિવસ બનાવવાના હેતુ સાથે મોરબીના કૌશિકાબેન રાવલે પોતાના માતાના જન્મદિવસે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું. મોરબીના નિરુપમાબેન મનહરલાલ રાવલ (નિવૃત્ત આચાર્ય, ગર્લ્સ હાઈસ્કૂલ)ના જન્મદિવસે તેઓની પુત્રી કૌશિકાબેન રાવલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિંતન વિદ્યાલય શોભેશ્વર ખાતે સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન યોજાયેલા આ કેમ્પમાં ડો. હસ્તીબેન મહેતા દ્વારા બાળકો તેમજ આસપાસના વિસ્તારના લોકોના વજન કરી, તપાસીને ત્રણ દિવસની દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી. સાથે જ જરૂરિયાત મુજબ દર્દીઓને બ્લડ સુગર ટેસ્ટ, બીપી ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે સંચાલક કિશોરસિંહ જાડેજા તેમજ ચિંતન વિદ્યાલયના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સાથે જ ડો. હસ્તીબેન મહેતા, કોઠારીભાઈ, દર્શનાબેન ત્રિવેદી, કેતન મહેતા, રશ્મિન દેસાઈ તેમજ કૌશિકાબેન રાવલે પણ સેવા આપી હતી. આ તકે કેમ્પ આયોજક દ્વારા ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.