વાંકાનેર : વાંકાનેરની બેઠક પર ભાજપના બાહુબલી નેતા જીતુભાઈ સોમાણીની જીત થાય તો ચોટીલા પગપાળા જવાની તેમના સમર્થકો ગરિયા વાળા નિલેશભાઈ સગર, હકાભાઈ બારયા, ધર્મેન્દ્રભાઈ ચંદુલાલએ માનતા માની હતી. દરમિયાન વાંકાનેર બેઠકની ચૂંટણીની તાજેતરમાં જાહેર થયેલા પરિણામમાં ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણી વિજેતા જાહેર થયા હતા. આથી તેમની જીતને પગલે ગરિયા વાળા નિલેશભાઈ સગર, હકાભાઈ બારયા, ધર્મેન્દ્રભાઈ ચંદુલાલએ ચોટીલા પગપાળા દર્શને જઈને પોતાની માનતા ઉતારી હતી.