સરદાર પટેલની પુણ્યતિથીએ પુષ્પાજલી આપી અસરગ્રસ્તોને સાથે રાખી ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલવવાનો કોંગ્રેસનો નગારે ઘા મોરબી : 135 નિર્દોષ લોકોનો જીવ લેનાર મોરબીની કાળજું કંપાવનારી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં મોરબી નગરપાલિકાને સપુરસિડ કરવાની હાઈકોર્ટેની ટકોર બાદ આ મુદ્દે કોંગ્રેસ મેદાને આવ્યું છે. કોંગ્રેસે પુલ દુર્ઘટનામાં મોરબી પાલિકાને સપુરસિડ કરવાની સાથે તમામ દોષિતો સામે સખત કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી તેમજ સરદાર પટેલની પુણ્યતિથીએ પુષ્પાજલી આપી પુલ દુર્ઘટનાના અસરગ્રસ્તોને સાથે રાખી જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલવવાનો નગારે ઘા કર્યો છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મનોજભાઈ પનારા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ પ્રેસ કોંફરન્સ યોજીને મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ તૂટવાની દુર્ઘટનામાં અસરગ્રસ્તોને સાચો ન્યાય આપવાની માંગ કરી હતી. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઝૂલતાપૂલ દુર્ઘટનાનો કેસ જે હાઇકોર્ટેમાં ચાલી રહ્યો છે અને હાઇકોર્ટે આ કેસમાં મોરબી પાલિકાને જવાબદાર ઠેરવી નગરપાલિકાને સુપરસિડ કરવાની ટકોર કરી હતી. આ હાઈકોર્ટેના આ નિર્ણયને તેઓએ વધાવીને જણાવ્યું હતું કે, પુલ દુર્ઘટનામાં જવાબદાર મોરબી નગરપાલિકાને સુપરસિડ કરવી જ જોઈએ. સાથેસાથે જે જે અધિકારીઓ પદાધિકારીઓ તેમજ ભલભલા ચમરબંધીને આ કેસમાં છોડવા જોઈએ નહીં. 135 લોકોનો ભોગ લેનારની ઘટનામાં અનેક પરિવારોના માળા વિખયા હોય, નિર્દોષ ભૂલકાઓનો ભોગ લેવાયો હોય અને કેટલાય બાળકો અનાથ બન્યા હોય તો આવી ગંભીર અને કરુણ ઘટનાને જવાબદાર કડકમાં કડક સજા મળે તેવી સરકારે કાર્યવાહી કરવી જોઈએ તો હતભાગીઓને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. આ ઉપરાંત આજે સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણયતિથિએ તેમને પુષ્પાજલી અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી પુલ દુર્ઘટનામાં હતભાગીઓને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અસરગ્રસ્તોને સાથે રાખી લડત ચાલવવાનો નીર્ધાર કર્યો છે.