અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો શાનદાર શુભારંભ : ભક્તોનો મહાસાગર છલકાયો, લાખોની માનવ મેદનીએ રૂબરૂ અને કરોડોએ જીવંત પ્રસારણ નિહાળ્યું : પ્રમુખસ્વામી મહારાજના જયનાદોથી સમગ્ર નગર ગુંજી ઊઠ્યું મોરબી : સમગ્ર વિશ્વમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેવા, અમદાવાદમાં SP રિંગ રોડ પર ૬૦૦ એકરની વિશાળ ભૂમિ પર રચાયેલ પ્રમુખસ્વામી મહારાજ નગરનો આજે ભવ્યાતિભવ્ય ઉદઘાટન સમારોહ સંપન્ન યોજાયો હતો. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સાંજે ૫.૩૦ કલાકે નગરનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે સભામાં લાખો ભક્તો અને ભાવિકોનો મહાસાગર છલકાતો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને BAPSના વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટનની માંગલિક વેળાએ પ્રમુખસ્વામી મહારાજ મહોત્સવના પ્રેરણામૂર્તિ મહંતસ્વામી મહારાજ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રમુખસ્વામી નગરના મુખ્ય કલાત્મક અને ભવ્ય પ્રવેશદ્વાર – ‘સંત દ્વાર' પાસે પધાર્યા. વૈદિક મંત્રોના ઉચ્ચાર સાથે મહંતસ્વામી મહારાજ અને નરેન્દ્ર મોદીજીએ સૂત્ર છોડીને વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. મહંતસ્વામી મહારાજ, પ્રધાનમંત્રી અને મહાનુભાવો નગરમાં પ્રવેશ કરી મુખ્યપથ પર પધાર્યા, પથની બંને બાજુ સેંકડો બાળકો અને યુવાનોએ સાંસ્કૃતિક પ્રસ્તુતિ દ્વારા સૌનું સ્વાગત કર્યું. સૌનું સ્વાગત ઝીલતાં મહાનુભાવો નગરના કેન્દ્ર સમાન પ્રમુખ વંદના રથળ પર પહોંચ્યા, જ્યાં ૧૫ ફૂટની પીઠિકા પર વિરાજિત પ્રમુખસ્વામી મહારાજની ૩૦ ફૂટ ઊંચી નયનરમ્ય, દિવ્ય પ્રતિમા પર પ્રધાનમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અહીંથી પ્રધાનમંત્રી દિલ્લી અક્ષરધામની પ્રતિકૃતિ એવા ૬૭ ફૂટ ઊંચા મંદિર પાસે પધાર્યા હતા. મંદિરમાં પ્રતિષ્ઠિત ભગવાન સ્વામિનારાયણ અને સંતપરંપરા તથા મંદિરમાં પ્રતિષ્ઠિત ભગવાન સીતા- રામ, રાધા-કૃષ્ણ, શિવ પાર્વતી વગેરે સ્વરૂપોને વંદન કરી પ્રદક્ષિણા કરી હતી. નગરમાં ગ્લો ગાર્ડન અને બાલનગરીની મુલાકાત લઈ સૌ સભામંડપમાં પધાર્યા. સભામાં ઉપરિહત ભક્તોએ મહંતરવામી મહારાજ અને પ્રધાનમંત્રીનું હર્ષભેર પ્રમુખસ્વામી મહરાજના જયઘોષથી અભિવાદન કર્યું. મહોત્સવ અંગેની ભાવિકો જોગ માહિતી ૧૫ ડિસેમ્બર થી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૩ સમય: સોમવાર થી શનિવાર: બપોરે ૨ થી રાતના ૯ સુધી, રવિવારે સવારના સુધી નગરમાં પધારવા કોઈ રજીસ્ટ્રેશન કરાવવાનું નથી નિઃશુલ્ક પ્રવેશ, નિ:શુલ્ક પાર્કિંગ મહોત્સવ સ્થળ પ્રવેશ ભાડજ સર્કલથી આવનાર માટે ગેટ નં: ૨,૩ અને ૪ ઓગણજ સર્કલથી આવનાર માટે ગેટ નં ૫, ૬ અને ૭ નિ:શુલ્ક આકર્ષણો, પ્રદર્શન ખંડો અને લાઈટ એન્ડ સાઉન્ડ શો નજીવા દરે પ્રેમવતી પ્રસાદમ ઉપહાર ગૃહમાં ભોજનની વ્યવસ્થા નગરમાં નેવિગેશનની સરળતા અને તમામ આકર્ષણોની માહિતી માટે 'PSM100 Nagar' એપ્લીકેશન એપ્લિકેશનમાં આપના ઘરેથી મહોત્સવ સ્થળ સુધી નેવિગેશન અને આપને આપના વાહન સુધી પહોંચાડવા QR Code સ્કેનીંગ દ્વારા અદ્ભુત વ્યવસ્થા દરરોજ સાંજે ૫ થી ૭:૩૦ દરમિયાન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમો સાંજના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ live.psm100.org પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને લગતી પ્રેરક વિડીયો અને ફોટોગ્રાફ્સ @PSM100yrs નરેન્દ્ર મોદીએ પૂ. પ્રમુખસ્વામી અને BAPS સંસ્થાનાં સેવાકાર્યો વિશેના ઉદગારોની ઝાંખી 2017 : ગાંધીનગરમાં રજત જયંતિ મહોત્સવ નિમિતે 'અક્ષરધામ એક એવી પરંપરા છે કે એના એક કેસ સ્ટડી તરીકે દુનિયાની યુનિવર્સીટીઓને નિમંત્રિત કરવી જોઈએ કે ભારતમાં પિરિચ્યુઅલ વર્લ્ડમાં પણ મોડર્ન મેનેજમેન્ટ અને મોડર્ન ટેકનોલોજીનો કેવો અદ્ભુત યોગ છે! ...અને સારંગપુરમાં સંતો માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ડેવલપ થયું છે! આજે હું એવું કહી શકું કે હિન્દુસ્તાનમાં સંત પરંપરા માટે આટલા કઠોર નિયમો અને જ્ઞાનના અધિષ્ઠાન પર ભક્તિ! ભક્તિમાં પણ તર્કના તરાજૂએ તોળાયેલી વ્યવસ્થા! ...હું સારંગપુરમાં બાપાએ શરુ કરેલો આખો સિલેબસ જોવા ગયો હતો. કેવી રીતે સંતોની ટ્રેનિંગ થાય છે એ બધું જોયું હતું,' 2016 : પરમ પુજ્ય પ્રમુખસ્વામી મહારાજના દેહત્યાગ સમયે સારંગપુર ખાતે ગદગદ કંઠે ભાવાંજલિ આપતા કહ્યું કે, કેટલા બધા વર્ષોનો નાતો! જયારે જાહેર જીવનમાં મારી કોઈ જ ઓળખાણ-પિછાણ નહોતી....ત્યારથી લઈને એક સંતાનને જેમ પાવે, પોષે, મારે એવો પિતૃસ્થ્ય લાભ મને પ્રમુખસ્વામીજી પાસેથી મળ્યો છે. પ્રમુખસ્વામી મહારાજની વિદાયથી મેં તો પિતા ગુમાવ્યા છે... પ્રમુખસ્વામી મહારાજ આપણા માટે ગુરુ તરીકે જેમ ઉત્તમ પથદર્શક રહ્યા છે, એમ એ શિષ્ય તરીકે ઉત્તમ શિષ્ય પુરવાર થયા છે. અને એક ઉત્તમ શિષ્ય તરીકે યોગીજી મહારાજની ઈચ્છા યમુનાને કિનારે અક્ષરધામ બનાવીને પુરી કરી. 1992 માં શ્રીનગરના લાલચોકમાં હું તિરંગો ઝંડો ફરકાવવા ગયો. હજી તો ધ્વજ ચડાવીને વિધિ પતાવીને હું એરપોર્ટ પહોંચ્યો અને મને બે ટેલીફોન મળ્યા. પહેલો ફોન હતો પ્રમુખરવામીજીનો બીજો ફોન મારી માતાનો ...આવી વિભૂતિ, એક યુગપુરુષ, ઉત્તમ સંનકોટિની મહાન પરંપરાના નિયંતા અને આગળ આવનારી સદીઓ સુધી અસર પેદા કરનારું વ્યક્તિત્વ આજે વિદાય થયું છે. પરંતુ પ્રમુખરવામીજી સ્વધામમાં હોય તોપણ એમનાં આચાર-વિચાર, ત્યાગ, તપશ્ચર્યા, જીવન, સંગમ, નૈતિકતા આ સઘળું આપણા શ્વાસેશ્વાસમાં હરપળ રહેશે.' જાન્યુઆરી 2013 : BAPS યુવાપ્રવૃત્તિ ષષ્ઠીપૂર્તિ મહોત્સવ પ્રસંગે 'આપણે જેમના નિરંતર આશીર્વાદની અનુભૂતિ કરીએ છીએ, જેમને માટે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ વચ્ચે કોઈ ભેદ નથી તેવા પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં હું પ્રણામ કરું છું. આજના યુગમાં પણ આ ઘરી પર એક આવી દિવ્ય શક્તિ વસી રહી છે. જેના લીધે વિશ્વ માનવ માટે એક આશાની અનુભૂતિ કરતું હશે.' 2005 : સુરતમાં હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે હોસ્પિટલો તો ઘણી હોય છે, સારી પણ હોય છે, આધુનિક પણ હોય છે, પરંતુ બીજી હોસ્પિટલ અને આ હોસ્પિટલમાં થોડોક ફરક છે. આરોગ્ય ક્ષેત્રમાં સંપૂર્ણ આધુનિકનાથી સજ્જ એવી આ હોસ્પિટલ પર આધ્યાત્મિકતાનો અભિષેક...