મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ રાજ્યના નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને ગુજરાતના નાથ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતને વધુ વેગવંતુ બનાવવા સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ફરીથી મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઇ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલને રૂબરૂ મળીને ગત મંત્રી મંડળમાં સાથે સફળતાપૂર્વક કરેલા કામોને યાદ કર્યા હતા. મહિલા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના કાર્યાલય પ્રવેશ પ્રસંગે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નિમાબેન આચાર્ય અને સુશીલાબેન બ્રિજેશભાઈ મેરજા પણ સાથે રહ્યા હતા. ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી, સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, મુકેશભાઈ પટેલ, ભીખુસિંહ પરમાર, બચુભાઈ ખાબડ સાથે જૂના સ્મરણો વાગોડયા હતા. તદુપરાંત ઉદ્યોગ મંત્રી બળવતસિંહ રાજપૂત, સિંચાઇ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, વન મંત્રી મુળભાઈ બેરા, આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોરને તેમની નવી જવાબદારી સફળતાપૂર્વક વર્તન કરવા ખાસ શુભેચ્છા પાઠવી હતી. રાજ્ય પશુપાલન મંત્રી પરષોતમભાઈ સોલંકી, આદિજાતિ વિકાસ રાજય મંત્રી કુંવરજીભાઈ હળપતિને પણ રૂબરૂ મળીને શુભેચ્છા પાઠવી હતી.