સીટી બી ડિવિઝન પીએસઆઇ ઝાલા અને ટીમે 7 દિવસ રાજસ્થાન ખૂંદી ગુન્હાનો ભેદ ઉકેલ્યો મોરબી : મોરબીના ટીંબડી પાટીયા નજીકથી ચોરાયેલ ટ્રક રાજસ્થાનમા હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પીએસઆઇ ઝાલા અને ટીમે 7 દિવસ રાજસ્થાન ખૂંદી ગુન્હાનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી લઈ ટ્રક કબ્જે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.31 ઓક્ટોબરના રોજ મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રીના સમયે ટીંબડી પાટીયા નજીકથી ટાટા કંપનીનો ટ્રક નમ્બર GJ - 03 - AZ - 6797 ચોરી થયેલ હતો જે અન્વયે પો.કોન્સ પ્રદિપસિંહ ઝાલાએ સીસીટીવી ફુટેજ તથા બાતમીદારો આધારે માહિતી મેળવતા અજાણ્યા ચોર ઇસમો રાજસ્થાન બાજુ ટ્રક ચોરી કરી લઇ ગયેલ હોવાની વિગત સામે આવેલ હતી. વધુમાં આ ચોરીના ગુન્હામાં આરોપી બીરબલ ઉર્ફે ઓમપ્રકાશ મઘારામ બિસ્નોઇ, રહે. ગામ. બારૂડી તા.ગુડામાલાણી, જિલ્લો બાડમેર વાળાને પકડી પાડી અને આરોપીના રીમાન્ડ મેળવી ટ્રક કબ્જે લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સીટી બી ડિવિઝન પીએસઆઇ જે.એલ.ઝાલા પો.કોન્સ સંજયભાઇ લકુમ તથા પો.કો રમેશભાઇ મીયાત્રા દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા તપાસમાં ગયેલ જેમાં સતત સાત દિવસ સુધી રાજસ્થાનમાં તપાસ કરી ચોરીમાં ગયેલ ટ્રક કિમત રૂપિયા 5 લાખનો પરત મેળવી મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે લઇ આવેલ અને ચોરીમા ગયેલ તમામ મુદામાલ રીકવર કરેલ છે.