મોરબીઃ વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે સાથે વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે હેતુથી મોરબીની તાલુકા શાળા નંબર-3માં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. આ પ્રદર્શનમાં સી.આર.સીની તમામ શાળાઓએ હોંશભેર ભાગ લીધો હતો અને વિવિધ સર્જનાત્મક કૃતિઓ રજૂ કરી હતી.