વાંકાનેર : લાલપર પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાનો ગણિત, વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ કરવામાં યોજવામાં આવ્યો હતો. જેમાં લાલપર સી.આર.સીની પેટા શાળાઓએ અલગ અલગ કૃતિ રજૂ કરી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જેમાં લાલપર શાળા અને ભાટીયા કુમાર શાળાની કૃતિને પ્રથમ સ્થાન મળ્યું હતું અને બન્ને શાળાને તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા માટે પસંદ કરાઈ હતી. આ સમગ્ર કાર્યક્રમમાં લાલપર શાળાના આચાર્ય સુરેશકુમાર પ્રજાપતિ તથા સી.આર.સી કો. ઓ રફિકભાઈ માંથકિયા તથા શાળાના શિક્ષક નિઝામસાહેબ તથા મ.ભો.યો સંચાલક અશરફીબેન દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.