હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામના પાટિયા નજીક કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલા વૃદ્ધને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા કાનજીભાઈ રાજાભાઈ સાથલીયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગત તા.9 ડિસેમ્બરના રોજ સામતભાઈ નોંધાભાઈ ભરવાડના બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે સુસવાવ ગામના પાટિયા પાસે જીજે - 36 - એફ - 0801 નંબરની કારના ચાલકે બાઇકને પાછળથી ઠોકર મારતા સામતભાઈ નોંધાભાઈ ભરવાડનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે કાનજીભાઈને શરીરના જુદાજુદા ભાગોમાં ઇજાઓ પહોચી હતી. બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.