સીટી બી ડીવીઝન પોલીસ ટીમે 3600ના મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધી મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે બાયપાસ ઉપર ઘુતારીની વાડી વિસ્તારમાં દરોડો પાડી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ એક શખ્સની ધરપકડ કરી હતી જ્યારે અન્ય એકનું નામ ખુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબી બાયપાસ ઉપર આવેલ ઘુતારીની વાડી વિસ્તારમાં વોકળા કાંઠે બાવળની કાટમાં દરોડો પાડી આરોપી શિવકુમાર ગાંડુભાઇ સુરેલાને દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ઝડપી લઈ ઠંડો, ગરમ આથો, તૈયાર દારૂ, ગેસનો ચૂલો, બાટલા સહિત 3600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં શિવકુમાર સાથે આ ગોરખધંધામાં મૂળ હળવદ અજીતગઢના વતની અને હાલ નવલખી બાયપાસ રહેતા નાગજીભાઈ ગોરધનભાઇ ઈંટોદરાની સંડોવણી ખુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.