મોરબીઃ 0 થી 12 વર્ષના બાળકોના શારીરિક-માનસિક વિકાસ માટે ઉપયોગી એવા સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવા માટેનો કેમ્પ મોરબીમાં યોજાશે. હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને N. I. M. A., મોરબી દ્વારા સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મણાર્થે મોરબીના બાળકોને વધુ સક્ષમ બનાવવા મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ 'નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું છે. દર મહિનાના પુષ્ય નક્ષત્રનાં દિવસે આપના ૦-૧૨ વર્ષનાં બાળકોને 'નિષ્ણાંત આયુર્વેદાચાર્યો દ્વારા સુવર્ણપ્રાશનનાં ટીપા પીવડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.