મોરબીઃ યુવા જાગૃતિ મંચ દ્વારા આવતીકાલે રવિવારે રાત્રે યુવાનોને કેન્દ્રમાં રાખી એક પ્રવચન માળાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તારીખ 11 ડિસેમ્બર ને રવિવારના રોજ રાત્રે 9 થી 10 કલાક દરમિયાન મોરબીના છાત્રાલય રોડ પર આવેલા સરદારનગરમાં યુવા જાગૃતિ મંચ દ્વાર પ્રવચન માળા યોજાશે. જેમાં પ્રવક્તા અશોકભાઈ ઉપસ્થિત રહેશે અને સફળ જીવનનું કેન્દ્રબિંદુ ઉત્કૃષ્ટ ચિંતન વિષય પર પ્રવચન આપશે. મહત્વનું છે કે, યુવા જાગૃતિ મંચ દ્વારા મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાં રાત્રીના સમયે યુવાન ભાઈ/બહેનો સાથે વિચારોના આદાન પ્રદાન માટે શ્રેષ્ઠ વિષયો પસંદ કરી ઉત્તમ વક્તાઓ દ્વારા સૌના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે પ્રવચન માળાનું આયોજન કરવામાં આવ છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા યુવાવર્ગને અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે (૧) મણીભાઈ ગડારા મો. ૯૪૨૮૨૭૭૩૯૧ (૨) વી. ડી. પડસુંબિયા મો. ૯૯૭૯૨૮૫૮૭૩ (3) રમેશભાઈ 9909174103 નો સંપર્ક કરવો.