દર્દીઓએ સ્ટાફ હાજર ન હોવાથી જાતે જ પ્રાથમિક સારવાર કરવી પડતી હોવાની વ્યથાનો વીડિયો બનાવી સરકારી હોસ્પિટલની નધણીયાતપણાની પોલ ઉજાગર કરી હળવદ : હળવદની સરકારી હોસ્પિટલ રામભરોસે હોવાની વરવી વાસ્તવિકતા સામે આવી છે. હળવદની સરકારી હોસ્પિટલમાં સ્ટાફ અને ડોકટરને દર્દીઓની સારવારની કઈ પડી જ ન હોય તેમ આખી હોસ્પિટલ રામભરોસે મૂકી દેતા સ્ટાફ વગર દર્દીઓ જાતે જ પાટાપિંડી કરવા મજબૂર બનવું પડતું હોવાનો વીડિયો વાયરલ થતા સરકારી હોસ્પિટલની નધણીયાતપણાની પોલના ધજાગરા થયા છે. હળવદ સરકારી હોસ્પિટલમાં સ્ટાફ અને ડોક્ટર જ હાજર જ ન રહેતા હોવાની ગંભીર બાબત સામે આવી છે. જેમાં દર્દીઓએ એક વીડિયો બનાવીને આવડી મોટી હોસ્પિટલ રામભરોસે ચાલતી હોવાની બાબતને ઉજાગર કરી છે. વીડિયોમાં દર્દીઓ કહી રહ્યા છે કે, કોઈ દર્દીઓ ઇજાગ્રસ્ત થાય તો સારવાર લેવા હળવદની હોસ્પિટલમાં આવે છે પણ હળવદ સરકારી હોસ્પિટલમાં ડ્રેસિંગ એટલે પાટાપીડી કરનાર સ્ટાફ હાજર જ હોતો નથી.આથી દર્દીઓને લાગ્યું હોય એની સારવાર જરૂરી હોવાથી જાતે સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ ન હોવાથી દવા અને પાટાપીડી ગોતીને પ્રાથમિક સારવાર કરવી પડે છે. એક દર્દી વીડિયોમાં જાતે જ પાટાપિંડી બાંધી રહ્યાનું દેખાઈ છે. બીજો દર્દીઓ વીડિયો બનાવનાર કહે છે કે મને લાગ્યું હતું પણ સ્ટાફ હાજર ન હોવાથી મારે પણ જાતે જ પાટાપિંડી કરવી પડી હતી. આ બાબત ઘણી ગંભીર છે. સ્ટાફ ન હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. હળવદ સરકારી હોસ્પિટલ રામભરોસે, સ્ટાફ વગર દર્દીઓ જાતે જ પાટાપિંડી કરવા મજબૂર..જુઓ વિડિયો.. https://youtube.com/shorts/ww-82XBPKrM?feature=share