મોરબી : મોરબી વાંકાનેર હાઇવે ઉપર ટીવીએસ મોપેડ લઈને શોભેશ્વર તરફ જતા વૃદ્ધને ડમ્પર ચાલકે હડફેટે લેતા ઇજાઓ પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સો ઓરડી વરિયાનગરમા રહેતા જુસબભાઈ સુલેમાનભાઈ પલેજા ઉ.69 પોતાનું ટીવીએસ મોપેડ લઈ શોભેશ્વર રોડ તરફ જતા હતા ત્યારે પાર્શ્વનાથ ચેમ્બર નજીક રસ્તો ક્રોસ કરતી વેળાએ જીજે -12 - બીવી - 0324ના ચાલકે હડફેટે લેતા જુસબભાઈને હાથે પગે ફ્રેક્ચર થવાની સાથે માથાના ભાગે ઇજાઓ થતા ડમ્પર ચાલક વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.