મોરબી: તાજેતરમાં મોરબીના રવાપર રોડ ઉપર મધ્યરાત્રીના મહિલા સફાઈ કામદાર મહિલા પર બે નરાધમ શખ્સોએ દુષ્કર્મ આચરવાની ઘટના બની છે. આ શરમજનક ઘટનાને યુવા આર્મી ગ્રુપ દ્વારા વખોડી કાઢી આરોપીઓને કડકમાં કડક સજા આપવા માંગ ઉઠાવી છે. યુવા આર્મી ગ્રૂપ દ્વારા જણાવાયું છે કે, આ ઘટનાના આરોપી જે પણ સમાજના હોય આવા આરોપીઓને કોઈ સમાજ નથી હોતો જેથી આવા કૃત્ય આચરનાર નરાધમને કડકમાં કડક સજા આપવામાં આવે અને ઘટનાના પીડિત મહિલાના પરિવાર સાથે અમે હંમેશા ઉભા છીએ. અને પરિવારને દરેક બનતી મદદ કરવાની યુવા આર્મી ગ્રુપની ટીમે ખાતરી આપી છે.