મોરબીઃ મોરબી શહેરમાં આવેલા કેશર ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે આવતીકાલે બાળકોના મગજ તથા સ્નાયુઓની સમસ્યા અંગે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તારીખ 8 ડિસેમ્બર ને ગુરુવારના રોજ સવારે 9 થી બપોરે 12-30 કલાક સુધી અને સાંજે 4-30 થી 8 વાગ્યા સુધી મોરબીના સર્કિટ હાઉસ મેઈન રોડ પર આવેલા શિવ કોમ્પલેક્ષમાં બીજા માળે કેશર ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે આ ફ્રી નિદાન કેમ્પ યોજાશે. આ ફ્રી નિદાન કેમ્પમાં બાળકોના મગજ તથા સ્નાયુઓની સમસ્યા જેવી કે, મગજનો ધીમો વિકાસ, બોલવામાં તકલીફ, સેરેબ્રલ પાલ્સી (CP), ચાલવામાં તકલીફ, લાળ પડવી, લકવાને લીધે થતી તકલીફ (પેરાલિસિસ), ઓટીઝમ ચાઈલ્ડ, ત્રાંસી ડોકની તકલીફ, ત્રાંસી આંખની તકલીફ, સ્નાયુઓની તકલીફ અને હાઈપર એક્ટિવ ચાઈલ્ડ જેવી સમસ્યાઓનું ડો. મીતલ રૈયાણી દ્વારા ફ્રીમાં નિદાન કરવી આપવામાં આવશે.