હળવદ : હળવદ પોલીસ સ્ટાફે આજે બાતમીના આધારે હળવદ નજીક તળાવની પાળ ઉપર જાહેરમાંજુગાર રમતા ચાર ઈસમોને ઝડપી લીધા હતા. જ્યારે પોલીસની રેઇડ દરમિયાન અન્ય ત્રણ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલ તથા પોલીસ ઈન્સ્પેક્ટર એમ.વી.પટેલ, પોલીસ સ્ટાફના પો.કોન્સ. ગંભીરસિંહ ચૌહાણ તથા પો.કોન્સ બીપીનભાઈ પરમારને સયુક્ત રીતે મળેલ ખાનગી બાતમીના આધારે પો.સબ.ઈન્સ. કે.એન જેઠવા તથા સાથેના સ્ટાફના માણસોએ હળવદ ટાઉનમાં વોરા સોસાયટીની પાછળ તળાવની પાળ ઉપર જુગાર રમતા ઇસમો પર રેઇડ કરીને જુગાર રમતા મોસીનભાઈ હબીબભાઈ ચૌહાણ,, તોફીકભાઈ ગુલામહુસેનભાઈ સિપાઈ, આરીફભાઈ મુસ્તુફાભાઈ રાઠોડ,યુનુસભાઈ બચુભાઈ સિપાઈને રોકડ રૂ.૧૧,૦૫૦ મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૩૦૦૦ મળી કુલ રૂ.૧૪,૦૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે આરોપી હસમુખભાઈ પ્રભુભાઈ ઠાકોર, ઈલીયાસભાઈ આમદભાઈ સોઢા, રવિભાઈ દિલીપભાઈ જોષી નાસી છુટતા આ ત્રણેયને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.