મોરબી: મોરબીના હંસરાજભાઈ પરમારે પોતાની દીકરી વંદનાના જન્મ દિવસની અનોખી અને પ્રેરણા દાયી ઉજવણી કરી છે. તેઓએ માધાપરવાડી શાળાને કમ્પ્યુટર અને 400 બાળાઓને પેન અને ચોકલેટ અર્પણ કરી નાસ્તો કરાવી પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. આ સરાહનીય કાર્ય બદલ શાળા પરિવાર વતી આચાર્ય અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ હંસરાજભાઈ પરમારનો આભાર પ્રકટ કર્યો હતો.