મોરબી: ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ શિક્ષણ સમિતિ- મોરબી દ્વારા આગામી તારીખ 11 ડિસેમ્બરના રોજ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ-મોરબીનો પાંચમો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 11 ડિસેમ્બર ને રવિવારના રોજ બપોરે 2:30 કલાકે મોરબીના વાવડી રોડ પર આવેલા ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ સદભાવના હોલ ખાતે ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ-મોરબીનો પાંચમો સરસ્વતી સન્માન સમારોહ સમાજના વડીલોને પ્રમુખ સ્થાને યોજાશે. જેમાં સમાજના ધોરણ 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિઓ વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવી કારકિર્દી ઘડતર અંગે માર્ગદર્શન પૂરું પાડશે.