મોરબી : મોરબી શહેરના કબ્રસ્તાન નજીકથી એલસીબી ટીમે એક્સેસ મોટર સાયકલ લઈને શંકાસ્પદ રીતે નીકળેલા સીરાજ ગુલામહુસેન ઉર્ફે રાજુભાઇ સુમરા અને સમીર ગુલામહુસેન ઉર્ફે રાજુભાઇ સુમરા નામના સગાભાઈઓને સિગ્નેચર રેર વ્હીસ્કીની બોટલ નંગ 1 સાથે ઝડપી લઈ 50 હજારનું એક્સેસ મોટર સાયકલ, 2000ની કિંમતનો ઓપો મોબાઈલ ફોન સહિત 52,820ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. વધુમાં બન્ને આરોપીઓએ દારૂની આ બોટલ આરોપી સલીમ જુસબભાઈ કટિયા, રહે.મચ્છીપીઠ વાળા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.