મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર તાલુકા પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રંગે હાથ ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે લીલાપર રોડ ઉપર કાળી પાટના નાલા પાસેથી જાહેરમાં જુગાર રમી રહેલા દિનેશભાઇ લક્ષ્મણભાઇ ઉચાણા, રહે. ગોકુલનગર, મકનસર ગામ, હરેશભાઇ કાનજીભાઇ ફુલતરીયા, રહે. મોરબી, આલાપ રોડ, પટેલ નગર, નાગજીભાઇ ગોકળભાઇ દેગામા, રહે. લીલાપર રોડ કાળી પાટના નાલા પાસે, અશ્વિનભાઇ કરશનભાઇ નાગપરા, રહે. આલાપ રોડ, નવરંગ પાર્ક-1 મોરબી, સુનિલભાઇ મગનભાઇ દેગામા, રહે. લીલાપર ગામ અને રજનીભાઇ મહાદેવભાઇ દેત્રોજા, રહે. આલાપ રોડ, સહયોગ સોસાયટી મોરબી વાળાને રોકડા રૂપિયા 7040 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.