વાંકાનેર: તાલુકાની ઘીયાવડ પ્રાથમિક શાળામાં સરકારના નિયમ મુજબ રચના કરેલા 'બાલવૃંદ' મુજબ ભારતના બંધારણને સંબંધિત પ્રશ્નોતરીના આધારે 'કવિઝ સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝ સ્પર્ધામાં કોમન રાઉન્ડ, ટિકટિક રાઉન્ડ, ફાસ્ટસ્ટ ફિંગર ફર્સ્ટ, એની વન દ ગ્રુપ, માઇનસ માર્ક્સ રાઉન્ડ સામેલ હતા. વિદ્યાર્થીઓએ તૈયારી સાથે પ્રશ્નોના જવાબ આપ્યા હતા. વિજેતા ગ્રુપના વિદ્યાર્થીઓને આચાર્ય વિરેન્દ્રસિંહ પરમાર તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રજ્ઞા શિક્ષક નમ્રતાબા વી.પરમાર તરફથી સત્ર પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર અને લીંબુ ચમચી, સંગીત ખુરશી, સુલેખન, વકતૃત્વ સ્પર્ધામાં વિજેતા બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા.