માળીયા મોટા દહીંસરા ગામે લગ્નની સાથે મતદાનની ફરજ બજાવતા વરરાજા મોરબી : મોરબી માળીયા બેઠક ઉપર આજે લોકશાહીનું પર્વ ઉજવવા માટે ભારે ઘસારો થયો છે. અશક્ત વૃદ્ધ, દિવ્યાંગ તેમજ યુવા સહિતના મતદારો મતદાન કરીને આદર્શ નાગરિકનો ધર્મ નિભાવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા ભરતભાઇ લોખીલ નામના યુવાનના આજે લગ્ન લેવાયા હતા. જો કે તેમના આજે લગ્નની સાથે મતદાનનો પણ દિવસ હોવાથી આ વરરાજાએ લગ્નના ચોરીના ચાર ફેરા ફરતા પહેલા મતદાનની પવિત્ર ફરજ નિભાવી પહેલા મતદાન બાદમાં હસ્તમેળાપ વિધિ કરવા નક્કી કરી આ વરરાજા સીધા લગ્ન મંડપથી મતદાન મથકે પહોંચીને મતદાન કરીને નિરુત્સાહ મતદારોને જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.