મોરબી : મોરબી તાલુકાના ખાખરાળાથી મોરબી તરફ આવી રહેલા નાની વાવડી ગામના કુલદીપસિંહ રણજીતસિંહ જાડેજાના બાઈક આડે રોઝડું ઉતરતા રોડ ઉપર પટકાતા કુલદીપસિંહનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.