મોરબી : મોરબીના લાલપર જીઈબી નજીક પગપાળા ચાલીને જઈ રહેલા મનુભાઈ ગલચર રહે.મોરબી રોડ જકાત નાકા રાજકોટ વાળાને બોલેરો નંબર જીજે - 36 - ટી - 9578ના ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે મનુભાઈના પુત્ર જયદીપભાઈ ગલચરે બોલેરો ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.