મોરબીમાંથી 6 તેમજ રાજકોટ અને જામનગરમાંથી એક-એક બાઇક ચોર્યાની કબૂલાત આપી મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે બે બાઇક ચોરને પકડતા 8 બાઇક ચોરીના ભેદ ઉકેલાયા છે. આ રીઢા ચોર પાસેથી પોલીસે તમામ ચોરાઉ બાઇક કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે ચોરીમા ગયેલ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે રાજપર ચોકડી ખાતેથી સાગરભાઈ જાગાભાઈ ગોલતર ઉ.વ.૨૦ રહે. ઓટાળા તા.ટંકારા અને કુંવરો ઉર્ફે કુરીભાઈ પશુભાઈ જખાણીયા રહે.મોડપર તા.ધ્રોલવાળાને પકડી પાડયા હતા. પોલીસને કેસ શંકાસ્પદ લાગતા બન્ને શખ્સોની પૂછપરછ કરતા અન્ય 7 બાઇક મળી કુલ 8 બાઇકની ચોરી કર્યાનું ખૂલ્યું છે. જેમાં 6 બાઇક મોરબીથી તેમજ રાજકોટ-જામનગરથી પણ એક-એક બાઇકની ચોરી કર્યાની બન્નેએ કબૂલાત આપી છે. વધુ તપાસમાં સાગરભાઈ જાગાભાઈ ગોલતર નામના આરોપી ઉપર મોરબીમાં એક તેમજ ટંકારામાં 3 પ્રોહીબિશનના ગુના દાખલ થયેલ હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ પોલીસે બન્નેની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઇ એચ.એ.જાડેજા, પીએસઆઇ, કે.એચ.ભોચીયા, એએસઆઈ રાજદીપસિંહ પ્રતાપસિંહ, જયપાલસિંહ અજીતસિંહ,કિશોરદાન ગંભીરદાન, હેડ કોન્સ.કિશોરભાઇ મેણંદભાઇ, અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ, કોન્સ. ચકુભાઇ દેવશીભાઇ, હિતેષભાઇ વશરામભાઇ, સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ પો.કોન્સ.સિધ્ધરાજભાઇ કાનજીભાઇ, અરજણભાઇ મેહુરભાઇ, તેજાભાઇ અરણજભાઇ સહિતના રોકાયેલ હતા.