મોરબીમાં ચિત્ર,રંગોળી, વકૃતવ સ્પર્ધા થકી મતદારોને કરાતા જાગૃત વહીવટી તંત્ર દ્વારા ચુનાવ પાઠશાળા,મતદાર સાક્ષરતા ક્લબ, યુવા સાક્ષરતા કબલ એમ ત્રણ ભાગમાં ચાલતું મતદાર જાગૃતિ અભિયાન મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકોની ચૂંટણી નજીક હોય ત્યારે વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન વેગવતું બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને શાળા અને કોલેજોમાં ચુનાવ પાઠશાળા,મતદાર સાક્ષરતા ક્લબ, યુવા સાક્ષરતા કબલ એમ ત્રણ ભાગમાં મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને ચિત્ર,રંગોળી, વકૃતવ સ્પર્ધા થકી મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મોરબીની વિધાનસભાની ચૂંટણી નિષ્પક્ષ અને તટસ્થ રીતે થાય તેમજ દરેક નાગરિક મતદાનની પવિત્ર ફરજ અદા કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અગાઉથી જ સજ્જ બની ગયું છે અને નિરુઉત્સાહી મતદારોને જાગૃત કરવા માટે ખાસ અભિયાન ચલાવવા આવી રહ્યું છે. જેમાં આ અંગે સ્વીપના નોડલ અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી એન.વી.રાણીપાએ જણાવ્યું હતું કે, હાલ શાળા અને કોલેજમાં ખાસ મતદાર જાગૃતિ અભિયાન ચાલવાય રહ્યું છે. જેમાં ત્રણ ભાગમાં 1થી8 ધોરણ માટે ચુનાવ પાઠશાળા, ધો.9થી 12 માટે મતદાર સાક્ષરતા કલબ અને કોલેજ કક્ષા માટે યુવા સાક્ષરતા ક્લબ થકી મતદારોને જાગૃત કરવામાં આવે છે. જેમાં વિધાર્થીઓ દ્વારા 440 જેટલા ગામો ચુનાવ પાઠશાળા થકી ચિત્ર, વકતૃત્વ, રંગોળી સ્પર્ધા યોજીને મતદારોને જાગૃત કરવામાં આવે છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઇવીએમનું નિર્દેશન કરી મતદાન કેવી રીતે કરવું તેની જાણકારી આપવામાં આવે છે.