મોરબીઃ સમસ્ત મોરબી ભુવા મંડળ દ્વારા આજ રોજ રાત્રે હરખની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ પંચના દેવાના ભુવાઓ ઉપસ્થિત રહેશે. આજ રોજ તારીખ 28 નવેમ્બર ને સોમવારે રાત્રે 9-30 કલાકે મોરબીના જેલ રોડ પર સાર્વજનિક સ્કૂલ પાસેના વાલ્મિકીવાસ ખાતે સમસ્ત પંચના દેવના ભુવાઓની આ બેઠક મળશે. જે ઉપક્રમે માતાજીની આરાધના અર્થે ભવ્ય માંડલાનું આયોજન કરાયું છે. આ બેઠકમાં પાવરિયા શાંતિલાલ વાઘેલા તેમજ તેમના સાજીંદાઓ પણ હાજરી આપશે.