મોરબી : મોરબી એસઓજી ટીમે ટીંબડી પાટિયા નજીકથી મોરબી પંચાસર રોડ ઉપર રહેતા ફ્રૂટના વેપારીને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લઈ તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન ટીંબડી ગામના પાટિયા નજીકથી બાતમીને આધારે મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા સાબિર ઉર્ફે ટાઇગર મેમણ કાસમભાઈ કાસમાણી ઉ.23 નામના ફ્રૂટના વેપારીને રૂપિયા 5000ની કિંમતના દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.