મોરબીઃ રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા મોરબીમાં રમત-ગમત, વેશભુષા તથા ડાન્સ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન કરાવવા જણાવવામાં આવ્યું છે. તારીખ 25 ડિસેમ્બરના રોજ લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તથા તેમનામાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવાના હેતુ સાથે લોહાણા વિદ્યાર્થી ભવન- મોરબી ખાતે રમત-ગમત હરિફાઈ, વેશભુષા હરિભાઈ તથા ડાન્સ હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રમુખ સંદિપભાઈ ખગ્રામની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, રમત-ગમત હરિફાઈ અંતર્ગત LKG થી ધોરણ 1ના વિદ્યાર્થીઓ માટે રમત પીકઅપ બોલ, ધોરણ 2 થી 4ના વિદ્યાર્થીઓ માટે રમત મ્યૂઝિકલ ચેર, ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે રમત એક મિનિટ હરિફાઈ યોજાશે તથા વેશભુષા તથા ડાન્સ હરિફાઈ અંતર્ગત ધોરણ LKG થી 4ના વિદ્યાર્થીઓ માટે વેશભુષા તથા ડાન્સ હરિફાઈ યોજાશે. ધોરણ 5 થી કોલેજના વિદ્યાર્થીઓ માટે ડાન્સ હરિફાઈ યોજાશે. વેશભુષા તથા ડાન્સ હરિફાઈ માટે વહેલા તે પહેલાના ધોરણે વધુમાં વધુ 75 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. હરિફાઈમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 22 ડિસેમ્બર ને ગુરુવાર છે.