અકસ્માત સર્જ્યા બાદ ટ્રેકટર ચાલક નાસી છૂટ્યો વાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવા અને પીપળીયા રાજ વચ્ચે રિવર્સમાં આવતા ટ્રેકટર ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તિથવા અને પીપળીયા રાજ વચ્ચે રિવર્સમાં આવી રહેલા ટ્રેકટર નંબર જીજે - 36 - એએફ - 2824ના ચાલક મુસ્તુફા હાજીભાઈ વકાલિયાએ બે ફિકરાઈથી પાછળ જોયા વગર ટ્રેકટર ચલાવતા બાઈક લઈને જઈ રહેલા અયુબભાઈ વલીમામદભાઈ કડીવારને હડફેટે લઈ પછાડી દઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ ટ્રેકટર ચાલક નાસી જતા આ અકસ્માત અંગે મૃતકના ભાઈ હુસેનભાઈ વલીમામદભાઈ કડીવારે ટ્રેકટર ચાલક વિરુદ્ધ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.