મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નવા ડેલા રોડ ઉપરથી તેમજ તાલુકા પોલીસે વિરાટનગર નજીકથી વિદેશી દારૂની એક એક બોટલ સાથે બે શખ્સને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નવાડેલા રોડ ઉપર રાવળ શેરીમાંથી કિશન ઉર્ફે બિન ભીખાભાઇ મેવાડાને મેકડોવેલ નમ્બર વન બ્રાન્ડ દારૂની બોટલ નંગ 1 કિંમત રૂપિયા 375 અને મોરબી તાલુકા પોલીસે વિરાટ નગર બસસ્ટેન્ડ નજીકથી જીતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ઝાલા રહે. પીપળી ગામ વાળાને રૂપિયા 2000ની કિંમતની જોની વોકર રેડ લેબલ વ્હીસ્કીની બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.