મોરબી : મોરબીના રામકો બંગલો નજીક એસપી રોડ ચોકડી પાસે જીજે - 36 - ટી - 2377 નંબરની બસના ચાલકે બાઈક લઈને જઇ રહેલા ગોરધનભાઇ માવજીભાઈ સતવારા ઉ.28 રહે.રવાપર, ધુનડા રોડ વાળાને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સ્કૂલ બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.