મોરબી તાલુકાના મકનસર ગામ નજીક આવેલ સિરામિક કારખાનામા બનેલો બનાવ મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામ નજીક આવેલ મીલેનિયમ ટાઇલ્સ નામના સિરામિક કારખાને કોલસો દળવાનુ મશીન રીપેરીંગ કરતી વખતે મશીન અચાનક ચાલુ થઈ જતા ઇજા થતાં શ્રમિકનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના મકનસર ગામ નજીક આવેલ મીલેનિયમ ટાઇલ્સ નામના સિરામિક કારખાને સુજીત (સુદામા સિંહ રાજપુત ઉ.વ. ૨૦ ધંધો મજુરીકામ રહે હાલ મકનસર ગામ નજીક આવેલ મીલેનિયમ સિરામિક કારખાને)નામનો શ્રમિક ગઇ તા. ૨૪ના રોજ રાત્રે ૧/૩૦ વાગ્યાની આસપાસ આ કારખાનામા કોલસો દળવાનુ મશીન રીપેરીંગ કરતા હતા ત્યારે અચાનક મશીન ચાલુ થઇ જતા જમણા હાથ તથા પગમા ઇજા થતા પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.