મોરબી એસઓજી ટીમે હોટલ અને સીરામીક કારખાનામાં સુરક્ષા પુરી પાડતા બે ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી મોરબી : મોરબીમાં લાયસન્સ વગર હોટલ અને સીરામીક કારખાનામાં સુરક્ષા પુરી પાડતી બે સિક્યુરિટી એજન્સીના સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમ દ્વારા ત્રાજપર ચોકડી પાસે આવેલ હોટેલ જી.કે.માં લાયસન્સ વગર સિક્યોરિટી પુરી પાડનાર ઇમરાનખાન ઉર્ફે ઉસ્માનખાન સોલંકી તેમજ પીપળી રોડ ઉપર ટીમ્બડી પાટિયા પાસે આવેલ એફિલ વિટ્રિફાઇડ સીરામીક કારખાનામાં લાયસન્સ ન હોવા છતાં સિક્યુરિટી ગાર્ડ પુરા પાડનાર સંજયકુમાર અવધેશકુમાર સિંઘ વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સફળ કામગીરી ઇન્ચાર્જ એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યા, પીએસઆઇ કે.આર.કેસરિયા, એમ.એસ.અંસારી, એએસઆઇ રણજીતભાઇ બાવડા, હેડ કોન્સ્ટેબલ રસિકભાઈ કડીવાર, સબળસિંહ સોલંકી, જુવાનસિંહ રાણા, શેખાભાઇ મોરી, મહાવીરસિંહ પરમાર, મુકેશભાઈ જોગરાજીયા, કોન્સ્ટેબલ સતિષભાઈ ગરચર, આસિફભાઇ રાઉમાં, ભાવેશભાઈ મિયાત્રા, કમલેશભાઈ ખાંભલિયા, અંકુરભાઈ ચાચુ તેમજ અશ્વિનભાઈ લોખીલ સહિતના સ્ટાફે કરી હતી.