મોરબી : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન બાદ આગામી તા.8ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે ત્યારે મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોની મતગણના ઘુંટુ પોલીટેક્નીકમાં થશે. મોરબી જિલ્લામાં તા.1ના રોજ પ્રથમ ચરણમાં મતદાન બાદ આગામી તા.8ના રોજ મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો માટે રીસીવિંગ ડીસ્પેચીંગ સેન્ટર મોરબી બેઠક માટે ઘુંટુ રોડ ઉપર પોલીટેક્નીકમાં, ટંકારા બેઠક માટે ઓરપેટ કન્યા વિદ્યાલય અને વાંકાનેર બેઠકની મતગણના અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે કરવા માટે તંત્ર દ્વારા નક્કી કરાયું છે અને ત્રણેય બેઠકો માટે મતગણતરી ઘુંટુ રોડ ખાતે આવેલ પોલીટેક્નીક ખાતે કરવામાં આવશે.