યુવાનને ઇજા થતાં વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો મોરબી : મોરબીના ત્રાજપર ચોકડીથી માળીયા ફાટકની વચ્ચે પસાર થતા યુવાનને આંતરીને યુવાન ઉપર કેટલાક શખ્સોએ લૂંટના ઇરાદે હુમલો કરવામાં આવ્યો હોવાની ધતબ સામે આવી છે.યુવાનને ઇજા થતાં વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ યોગ્ય તપાસમાં બાદ વિધિવત ફરિયાદ દાખલ કરવાનું જણાવ્યું હતું. મકરબીના સામાકાંઠે જેતપર પીપળી રોડ ઉપર રહેતા તોલસિંગ મગનભાઈ ભુરિયા નામનો શ્રમિક યુવાન મોરબીના ત્રાજપર ચોકડીથી માળીયા ફાટકની વચ્ચે સર્વિસ રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો. ત્યારે કેટલાક શખ્સોએ આ યુવાનને આંતરી તેના પર હુમલો કરીને લૂંટી લીધો હોવાનું કહેવાય છે અને આ યુવાનને ઇજા થતાં સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ જણાવ્યું હતું કે, આ બનાવમાં યુવાનનું નિવેદન લેવા પોલીસની ટીમ રાજકોટ પહોંચશે અને આ બનાવની યોગ્ય તપાસ અને સાચી હકીકત જાણ્યા બાદ આ બનાવ અંગે બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે.