યુવાને તાકીદે રાજકોટ સારવાર અર્થે ખસેડાયો, પોલીસે આ બનાવની તપાસ બાદ ફરિયાદ દાખલ કરશે મોરબી : મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવાન હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે. આથી યુવાને તાકીદે રાજકોટ સારવાર અર્થે ખસેડાયો હતો. પોલીસે આ બનાવની તપાસ બાદ ફરિયાદ દાખલ કરશે. મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં રહેતા યુવાન રવિ સવજીભાઈ ખાખરીયા નામના યુવાનને ઘરેથી ઉપાડીને કેટલાક શખ્સોએ હથિયારથી હુમલો કર્યો હતો. આ બનાવમાં આ યુવાનને કોઈ યુવતી સાથે પ્રેમ સબંધ હોય તેનો ખાર રાખી યુવતીના પરિજનોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝનના પોલીસ અધિકારી દેકાવડીયાએ જણાવ્યું હતું કે, યુવાનને તાકીદે રાજકોટ સારવાર અર્થે ખસેડાયો છે. એટલે આ બનાવની એમએલસી નોંધી મોરબી પોલિસ રાજકોટ પહોંચી આ યુવાનનું નિવેદન નોંધી યોગ્ય તપાસ કર્યા બાદ આ બનાવની ફરિયાદ દાખલ કરશે. હજુ સુધી આ બનાવની ફરિયાદ નોંધાઈ ન હોય એમએલસીના આધારે બનાવની યોગ્ય તપાસ કર્યા બાદ જ કાર્યવાહી કરવાનું તેમણે જણાવ્યું હતું.