યાત્રામાં સ્થાનિક લોકો ઓછા અને રાજસ્થાન સહિતના બહાર રાજ્યોનો મોટા સમર્થક સમુદાય જોવા મળ્યો મોરબી : હાલ વિવિધ કેસોમાં લાંબા સમયથી જેલવાસ ભોગવતા આશારામની આજે મોરબીમાં તેમના સમર્થકો દ્વારા ભવ્ય સંકીર્તન યાત્રા યોજાઈ હતી.આશારામ સમર્થકો 'બાપુ નિર્દોષ છે' ની ટોપીઓ પહેરી યાત્રામાં જોવા હતા. યાત્રામાં સ્થાનિક લોકો ઓછા અને રાજસ્થાન સહિતના બહાર રાજ્યોનો મોટા સમર્થક સમુદાય જોવા મળ્યા હતા. મોરબી શહેરમાં આશારામના સમર્થકો દ્વારા સંકીર્તન યાત્રા યોજાઈ હતી. જેમાં મોરબીના નગરદરવાજા ચોકથી નવા બસ સ્ટેન્ડ સુધી આ યાત્રા કાઢવામાં આવી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં આશારામ સમર્થકો જોડાયા હતા. ખાસ કરીને સમર્થકો 'બાપુ નિર્દોષ છે' ની ટોપીઓ પહેરી યાત્રામાં જોવા મળ્યા હતા. સમર્થકોમાં સ્થાનિકો બહુ ઓછા અને રાજસ્થાન સહિતના બહાર રાજ્યોના મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. સમર્થકોના જણાવ્યા મુજબ આ યાત્રા ભગવાનની એક ભક્તિનો ભાગ હોવાનું જણાવ્યું હતું અને યાત્રામાં સમર્થકોએ ગાડી, રથમાં આશારામ તેમજ ભગવાનના ફોટા રાખી માત્ર ભક્તિ કીર્તન ગાતા ગાતા નીકળ્યા હતા. બાપુના સમર્થકો હજુ પણ બાપુને નિર્દોષ માનતા હોવાથી તેઓ તેમને પોતાના ગુરુ માનીને બાપુ નિર્દોષ છે ની લખાણ વાળી ટોપીઓ ધારણ કરી હતી. પણ યાત્રા દરમિયાન માત્ર ભક્તિ કીર્તન જ કરવામાં આવ્યું હતું. ક્યાંય પણ આશારામ બાપૂના જેલવાસ વિશે જરા પણ ટીકા ટિપ્પણી કરવામાં આવી ન હતી. આ અંગે મામલતદારે જણાવ્યું હતું કે, આ યાત્રા ભકિત કીર્તન માટેની હોવાથી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તંત્રની મંજૂરીથી યાત્રા કાઢવામાં આવી હતી.