હળવદ : હળવદમાં આજે ભાજપના ઉમેદવાર પ્રકાશ વોરામરાના સમર્થનમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જંગી જાહેર સભા સંબોધી હતી. બાદમાં યોગી આદિત્યનાથે હળવદ તાલુકાના શકિતનગર ગામે આવેલ નંકલંક ગુરુધામની મુલાકાત લીધી હતી અને તેઓએ નંકલંક ગુરુધામમાં રામદેવપીરના મંદિરે દર્શનનો લાભ લીધો હતો. ત્યારે આ મંદિરના મહંત દલસુખબાપુએ યોગી અદિત્યનાથનું ભારતીય પરંપરા મુજબ સ્વાગત કર્યું હતું. બાદમાં યોગી અદિત્યનાથે રામદેવ પીરના મંદિરમાં આરતી ઉતારી હતી અને દલસુખબાપુએ યોગી અદિત્યનાથને રામદેવ પીરની પોથી ભેટ સ્વરૂપે આપી હતી અને યોગી અદિત્યનાથને ભગવાન રામદેવપીરની મહિમાંથી પરિચિત હોવાનું જાણવી તેમના દર્શનનો લાભ લીધો હતો.