હળવદ : હળવદ તાલુકાના સુરવદર ગામેથી એલસીબી ટીમે બાતમીને આધારે વિદેશી દારૂના 180 એમએલના પાઉંચનો જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે આ શખ્સનો સગો ભાઈ એવો બીજો આરોપી હાજર નહિ મળી આવતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે હળવદ તાલુકાના સુરવદર ગામે દરોડો પાડી બાવળની ઝાડીમાં વિદેશી દારૂના પાઉંચનો જથ્થો છુપાવનાર કિરણભાઈ કરશભાઈ ધામેચા નામના શખ્સને 113 નંગ રોયલ ક્લાસિક બ્રાન્ડના 180 મીલી કિંમત રૂપિયા 11,300 તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ 13,300નો મુદામાલ કબ્જે કર્યો હતો. વધુમાં વિદેશી દારૂ ના આ ધંધામાં આરોપી કિરણનો ભાઈ ધર્મેશ ઉર્ફે ધમો કરશનભાઇ ધામેચાની સંડોવણી પણ ખુલતા પોલીસે બન્ને વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.