પરિવર્તન યાત્રા હેઠળ જયંતિભાઈ પટેલ ગામે ગામ જઈને જન સમર્થન કેળવશે મોરબી : મોરબી માળીયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલ માળીયાના ગામડામાં ઝંઝાવતી પ્રચારનો પ્રારંભ કરનાર છે. પરિવર્તન યાત્રા હેઠળ જયંતિભાઈ પટેલ ગામે ગામ જઈને જન સમર્થન કેળવશે. મોરબી માળીયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલ માળીયાના ગામડામાં ઝંઝાવતી પ્રચારનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આજે તા.22ને મંગળવારે પરિવર્તન યાત્રા હેઠળ માળીયા તાલુકાના જસાપર, નાના અને મોટા દહીંસરા, કૃષ્ણનગર, ખીરસરા, કૂંતાસી, બોડકી ન્યુ નવલખી, જુમાવાડી, વર્ષામેડી, વિવેકાનંદનગર, લક્ષ્મીવાસ, વવાણિયા, બગસરા, ભાવપર, મોટા અને નાનાભેલા, ચમનપર, તરઘરી, ચાચાવદરડા, નિરુનગર સહિતના ગામોમાં આજે સવારથી આખો દિવસ જયંતીભાઈ પટેલ પ્રચાર કરીને હું બનીશ પરિવર્તનનો ભાગીદાર અને જનસેવા એજ રાષ્ટ્સેવાનો મારો સંકલ્પ હેઠળ જનમત કેળવવાનો પ્રયાસ કરશે.