એલસીબી ટીમે રાજસ્થાની હોટલ માલિકને દબોચ્યો મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર સોખડા ગામના પાટિયા પાસે આવેલ હોટલમાં વિદેશી દારૂનો વેપલો થતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી 48 બોટલ દારૂ સાથે રાજસ્થાની શખ્સને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને મોરબી - માળીયા હાઇવે ઉપર સોખડા ગામના પાટીયે આવેલી હોટલ બાલાજી હોટલમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમી મળતા દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન હોટલ સંચાલક મુકેશ હનુમાનરામ બેરડ, ઉ.26, મૂળ રહે. પનજી, તા.બાયતું, જિલ્લો બાડમેર, રાજસ્થાન વાળાના કબ્જામાંથી અલગ અલગ બ્રાન્ડની 48 બોટલ કિંમત રૂપિયા 31,785 મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.