પ્રકાશ વરમોરાના સમર્થનમાં ધ્રાંગધ્રા-માળિયા હાઇવે ઉપર સભા ગજાવશે હળવદ : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુધવારે હળવદ આવી રહ્યા છે. તેઓ પ્રકાશ વરમોરાના સમર્થનમાં ધ્રાંગધ્રા-માળિયા હાઇવે ઉપર સભા ગજાવવાના છે. હળવદ- ધ્રાંગધ્રા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરા દ્વારા પ્રચાર પુરજોશમાં ચલાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ પક્ષ તરફથી પણ કોઈ કચાશ ન રહે તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. ભાજપે સ્ટાર પ્રચારકોના ધાડેધાડા સૌરાષ્ટ્રમાં ઉતારી દીધા છે. જે અંતર્ગત આગામી બુધવારના રોજ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હળવદ આવી રહ્યા છે. તેઓ બુધવારેહરીદર્શન પાર્ક હોટલ હરીદર્શનની બાજુના ગ્રાઉન્ડમાં, ધાંગધ્રા માળિયા હાઇવે, હળવદ ખાતે સાંજે ચાર વાગ્યે પ્રકાશ વરમોરાના સમર્થનમાં સભા ગજવવાના છે.