એલસીબી ટીમ દ્વારા કાર્યવાહી મોરબી : મોરબી એલસીબી ટીમે શકત શનાળા નજીકથી બાતમીને આધારે મોંઘી દાટ શરાબની અલગ અલગ બોટલો બાઈક ઉપર લઈને નીકળેલા એક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે બીજો શખ્સ હાજર ન મળી આવતા ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે શકત શનાળા ગામે મેલડી માતાજીના મંદિર સામેથી બાઈક લઈને નીકળેલા મહિપત ઉર્ફે ભૂરો રવજીભાઈ વાઘેલા રહે. શકત શનાળા, નવા પ્લોટ વાળાને વિદેશી દારૂ એબસોલેટ વોડકા નંગ 2, કિંમત રૂપિયા 6000, રેડ લેબલ સ્કોચ નંગ 1 કિંમત રૂપિયા 2000 તેમજ મેકડોવેલ નંબર વનની એક બોટલ કિંમત રૂપિયા 375 ઉપરાંત 20 હજારનું મોટર સાયકલ મળી કુલ રૂપિયા 28,375ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જો કે અન્ય આરોપી હરેન્દ્રસિંહ ઉર્ફે ભૂરો કનુભા જાડેજા રહે. શ્રદ્ધાપાર્ક, નવલખી રોડ મોરબી વાળો હાજર નહિ મળી આવતા બન્ને વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.