હળવદમાં પણ 'આપ'થી મોહભંગ થયેલા 22 કાર્યકર્તાઓએ કેસરિયા કર્યાજેસડા ગામે ઠાકોર સમાજના આગેવાનોનું ભાજપને સમર્થન20 નવેમ્બરને સોમવારે બપોર બાદ ધ્રાંગધ્રાના 12 ગામોનો વીજળીવેગી પ્રવાસ ખેડશે વરમોરા મોરબી: ભારતીય જનતા પાર્ટીના ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાએ રવિવારે ધ્રાંગધ્રા મતવિસ્તારના ગામોનો ચૂંટણી પ્રવાસ કર્યો હતો. જેમાં ગામે-ગામથી વરમોરાને વ્યાપક જન-સમર્થન મળી રહ્યું છે. ત્યારે હરિપર ગામના 'આપ'ના સ્થાનીય નેતા જીગ્નેશભાઈ મુકેશભાઈ પટેલ, પ્રવીણભાઈ શાંતિલાલ, ચમનભાઈ દારજીભાઈ, ધીરુભાઈ બચુભાઈ સાહિતનાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા અને વરમોરાના પ્રચારમાં લાગી ગયા હતા. આ ઉપરાંત હળવદમાંથી પણ આમ આદમી પાર્ટીથી મોહભંગ થયેલા 22 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા જે તમામનું ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના સ્થાનીય નેતાઓ સહિત પ્રકાશભાઈ વરમોરાએ પણ 'આપ'ના નેતાઓનું ખેસ પહેરાવી ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. 'આપ'માંથી ભાજપમાં ભળેલા હોદ્દેદારો હળવદ તાલુકા ઉપપ્રમુખ અરવિંદભાઈ પટેલ, હળવદ શહેર સહ સંગઠન મંત્રી અનિલભાઈ પટેલ, તાલુકા સહ સંગઠન મંત્રી રાજુભાઈ રબારી, હળવદ તાલુકા ઉપ પ્રમુખ રમેશભાઈ ભરવાડ, હળવદ શહેર પ્રમુખ કિનલબેન પટેલ, મુન્નાભાઈ રબારી, મેરાભાઈ રબારી, રાણાભાઈ રબારી, વિનોદભાઈ, રમણિકભાઈ માનપુરવાળા, ધવલ રબારી, ગોકુલભાઈ સોરીયા, ગોપાલભાઈ ભાણા, રાણા ભરવાડ સહિતના 'આપ'ના હોદ્દેદારો, કાર્યકર્તાઓએ ડબલ એન્જીનની સરકાર પર ભરોસો વ્યક્ત કરી 'આ ગુજરાત મેં બનાવ્યું છે'નો નારો બુલંદ કરતા ભાજપમાં પ્રવેશ કર્યો હતો જેને ભાજપના ઉમેદવાર, હોદ્દેદારોએ ઉમળકાભેર આવકાર આપી ભાજપના પ્રચારકાર્યમાં લાગી જવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત વિવિધ સમાજના અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ખુલ્લીને સામે આવ્યા છે. જેમાં ખાસ કરીને ધ્રાંગધ્રાના જેસડા ગામના ઠાકોર સમાજના અગ્રણી મુકેશભાઈ ઠાકોર, મનુભાઈ ઠાકોર સહિતનાએ સમાજનો સંપૂર્ણ ટેકો વરમોરાને જાહેર કર્યો હતો. તારીખ 21ને સોમવારે સવારે 9:30 કલાકે સુરેન્દ્રનગરમાં પી.એમ. મોદીની જાહેરસભા બાદ પ્રકાશભાઈ વરમોરા બપોરે 2:30 કલાકે ગુજરવદી, 3:45 કલાકે મોટા અંકેવાળીયા, 4:30 વાગ્યે નારીયાણા, 5 કલાકે રાવળયાવદર, સાંજે 5:30 કલાકે રાયગઢ, 6:15 કલાકે રામપર, સાંજે 7 કલાકે કલ્યાણપુર, 7:30 કલાકે રતનપર, રાત્રે 8 કલાકે બાવળી, 8:30 કલાકે ગાજણવાવ, 9 કલાકે ભેચડા અને રાત્રે 9:30 કલાકે જસાપર ગામનો ચૂંટણી પ્રવાસ કરી લોકસમર્થન મેળવશે. આ પ્રવાસ દરમ્યાન મોરબી જિલ્લા, તાલુકાના હોદ્દેદારો અને સભ્યો ખાસ ઉપસ્થિત રહેશે.