ટંકારા : ટંકારા પોલીસ મથકમાં નોંધાયેલા વિદેશીદારૂના ગુન્હામાં છેલ્લા સવા વર્ષથી નાસતો ફરતો આરોપી અજીજ ઉર્ફે જીતુ દિના ઉર્જાજી કઠાત ઉ.33, રહે.ઝાંક, તા.મસૂદા, જિલ્લો અજમેર રાજસ્થાન વાળો હળવદ તરફથી અણિયારી ટોલનાકા તરફ ટ્રક લઈને જતો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે વોચ ગોઠવી ઝડપી લઈ ટંકારા પોલીસને હવાલે કર્યો હતો.