મોરબી : મોરબી કચ્છ હાઇવે ઉપર માળીયાના હરીપર નજીક રિવર્સમાં આવતા ટ્રક નંબર જીજે - 32- ટી - 7387ના ચાલકે એસટી બસ નંબર જીજે - 18 - ઝેડ - 8086ના આગળના ભાગે ભટકાડી નુકશાન પહોંચાડતા બસ ચાલક મનુંભાઈ શંકરભાઇ સોલંકીએ માળીયા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.